Amarnath Yatra 2022 : શ્રીનગર પંથ ચોક ખાતે આવેલા ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેશે યાત્રીઓ, 100 શૌચાલયની વ્યવસ્થા...
સપ્તાહના અંત સુધીમાં પૂર્ણ લેવામાં આવશે તૈયારીઓ, ભક્તોને સમાવવાની ક્ષમતામાં કરવામાં આવ્યો છે વધારો...
વેબ ન્યૂઝ દુનિયા.જમ્મુ : શ્રીનગરના પંથ ચોકમાં બાબા અમરનાથ યાત્રાના યાત્રિકોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે ઝડપથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ યાત્રા 30 જૂનથી શરૂ થઈ રહી છે અને રક્ષાબંધનના દિવસ 11 ઓગસ્ટ સુધી ચાલશે. કોરોના કાળ પછી શરુ થઈ રહેલ અમરનાથ યાત્રા માટે જમ્મુ કાશ્મીર રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર પણ સમગ્ર વ્યવસ્થા ઉપર ચાંપતી નજર રાખી રહી છે.
શ્રીનગરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ એજાઝ અસદે અમરનાથ યાત્રાના યાત્રિકોને પૂરી પાડવામાં આવતી યાત્રાની કામગીરી અને સુવિધાઓની સમીક્ષા કરી હતી. પંથ ચોક ખાતેના ટ્રાન્ઝિટ કેમ્પની મુલાકાત લઈને ડેપ્યુટી કમિશનરે સ્વચ્છતા અભિયાનનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રિ-ફેબ્રિકેટેડ ટેન્ટ, લંગર માટેની સૂચિત જગ્યાઓ, પાણીની વ્યવસ્થા, સ્વસહાય જૂથો દ્વારા સ્થાપવામાં આવનાર સ્ટોલ અને અન્ય કામનું જાતે નિરીક્ષણ કર્યું હતું.
કેમ્પમાં 50થી વધુ પાણીની ટાંકીઓ ફિટ કરવામાં આવશે...
ડેપ્યુટી કમિશનરને જણાવવામાં આવ્યું હતું કે, બે પ્રિ-ફેબ્રિકેટેડ ટેન્ટના બાંધકામનું કામ પૂર્ણ થઈ ગયું છે અને આ સપ્તાહના અંત સુધીમાં વધુ ચાર પ્રિ-ફેબ્રિકેટેડ ટેન્ટ બની જશે, જેનાથી યાત્રાળુઓને રહેવાની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. તેમણે બાંધકામના કામો ડબલ શિફ્ટમાં પૂર્ણ કરવા અને બે દિવસમાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. કમિશ્નરે પાણી, વીજળી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી. કેમ્પમાં 50 થી વધુ પાણીની ટાંકીઓ લગાવવામાં આવી છે. 100 મોબાઈલ વોશરૂમ અને 50 મોબાઈલ ટોઈલેટ પણ આ કેમ્પમાં તૈયાર કરવામાં આવ્યા છે. શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને નિયમિત ધોરણે કેમ્પની સફાઈ માટે વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.